Skip to main content

Posts

સમર્પિત શિક્ષક આગેવાન હિતેશકુમાર એસ. પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐

 સમર્પિત શિક્ષક આગેવાન હિતેશકુમાર એસ. પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ 💐 ખેરગામ, તા. ૧ ઓગસ્ટ: SB KHERGAM OFFICIAL પરિવાર તરફથી નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી તથા ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશકુમાર એસ. પટેલ ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શિક્ષકોના હિતોની રક્ષા, શિક્ષણક્ષેત્રના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આપ આપી રહેલા નિષ્ઠાપૂર્વકના નેતૃત્વ અને સેવાભાવને સંગઠન દ્વારા હંમેશા બિરદાવવામાં આવે છે. શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે આપનું સમર્પિત કાર્ય સૌ માટે પ્રેરણાદાયી રહ્યું છે. આ શુભ અવસરે SB KHERGAM OFFICIAL પરિવાર ઈશ્વરને પ્રાર્થના કરે છે કે આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને સતત સફળતા પ્રાપ્ત થાય તેમજ આપ શિક્ષક સમાજની સેવા માટે સતત નવી ઊંચાઈઓ સર કરતા રહો. – SB KHERGAM OFFICIAL પરિવાર
Recent posts

ઢોડિયા ભાષા-સંસ્કૃતિના જતન માટે નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ એમ. પટેલનો અનોખો પ્રયાસ

                    ઢોડિયા ભાષા-સંસ્કૃતિના જતન માટે નિવૃત્ત શિક્ષક અરવિંદભાઈ એમ. પટેલનો અનોખો પ્રયાસ વલસાડ/નાનાપોઢા: વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના **મુ.પો. ધોધડકુવા (ગામથાણા ફળિયા)**ના નિવાસી અને નિવૃત્ત શિક્ષક, સાહિત્યકાર શ્રી અરવિંદભાઈ એમ. પટેલ નિવૃત્તિ બાદ પણ ઢોડિયા આદિવાસી ભાષા, સંસ્કૃતિ અને લોકસાહિત્યના સંવર્ધન અને સંરક્ષણ માટે સતત કાર્યરત છે. "નિવૃત્તિમાં પ્રવૃત્તિ" તેમના જીવનનો મૂળ મંત્ર બની ગયો છે. અરવિંદભાઈએ અત્યાર સુધી ઢોડિયા ભાષા અને લોકસાહિત્ય પર આધારિત 15થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. જેમાં ભવોભવની પ્રીત, ચલ ઉડ પવન પાવડી, સાત ઠગનો એક ઠગ, ઘાટ ઘાટનાં પાણી, ચક્રમ ચાડિયો, અણ નાંય તે પોર, લાલિયો ઘોકો, વિસરાતી બાળ રમતો, તુણે કુકડે હવારાં, તીતીરભાઈ રે તીતીરભાઈ અને ઢોડિયામાં ગવાતાં લગ્નગીતો – નોતરાંણ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમણે NCERT-RIE માટે તાલીમ મોડ્યુલ તૈયાર કર્યા છે તેમજ **People's Linguistic Survey of India (PLSI)**માં ઢોડિયા ભાષા, સાહિત્ય અને વ્યાકરણ વિષયક મહત્વપૂર્ણ લેખન કર્યું છે. આકાશવાણી અમદાવાદ ...

Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

  Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દવારા આયોજીત સમાજના શૈક્ષણિક વર્ષ २०२३- २४ દરમિયાન ધોરણ-૧૦,૧૨, JEE, NEET-1 પરીક્ષાઓમાં હાંસલ કરેલ ઉચ્ચ ગુણો મેળવીને ધોડિયા સમાજના તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનું સન્માન તથા ઇનામ વિતરણ કાર્યક્રમ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં ધોડિયા ૧૦,૧૨, JEE માં સમાજના ધોરણ- NEET અને ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરનાર રાજયમાં રહેતા વિદ્યાર્થીઓની સમગ્ર ગુજરાત એન્ટ્રીઓ મળી હતી જેમનું ઉકત ઈનામ વિતરણ, પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે જેમાં ૧૦૦ એન્ટ્રીઓ પૈકી ૯૦ જેટલા તેમના માતા-પિતા/વાલીઓ સાથે ઉપસ્થિ...