Skip to main content

Posts

Showing posts from May, 2024

ચીખલી ઘોડવણીના સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા.

   ચીખલી ઘોડવણીના  સક્રિય આદિવાસી સામાજિક કાર્યકર ઠાકોરભાઈ પટેલ દ્વારા અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે સહાયરૂપ બન્યા. ઠાકોરભાઈ જે પટેલ તરફથી અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે રોકડ રકમ દ્વારા સંક્લ્પ એજયુકેશન ગૃપને સહાયરૂપ થયા છે  તેઓ ગામ ધોડવણી તા.ચીખલી નવસારીનાં રહેવાસી છે. તેઓ ગાંધીનગર  ખાતે  સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરમાં ફરજ બજાવી નિવૃત્ત થયા છે. તેમણે ગાંધીનગરમાં પણ સમાજ માટે ઘણા કામ કર્યા છે. હાલ તેઓ  જ્ઞાન કિરણ ધોડિયા સમાજ, સુરખાઈ રાનકુવા ખાતે પોતાની નિવૃત્તિનો સમય સમાજના ઉત્કર્ષ માટે ફાળવી સમાજ સેવા કરી રહ્યા છે. તેઓ દર વર્ષે ધોડિયા સમાજના લગ્ન વાંછુક યુવક યુવતીઓ માટે દર વર્ષે પસંદગી મેળાનું પણ આયોજન કરે છે.

Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

 Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

ચીખલી તાલુકાની બે માતા જેમણે ખેત મજૂરી, પશુપાલન કરીને દીકરીઓને ડોકટર બનાવી

  ચીખલી તાલુકાની બે માતા જેમણે ખેત મજૂરી, પશુપાલન કરીને દીકરીઓને ડોકટર બનાવી

Chikhli, surakhai: ચીખલીના સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.

                   Chikhli, surakhai: ચીખલીના  સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.  તારીખ 22-05-2 024નાં દિને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના નિવૃત્ત કર્મચારીઓનું ને સંમેલન સુરખાઈ ધોડિયા સમાજ ભવન તા ચીખલી, જીલ્લા નવસારી ખાતે સફળતાપૂર્વક  કરવામાં આવ્યું હતું.  જેમાં જુદા જુદા વિભાગના અઢીસો જેટલા  કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કલેકટર્સ, ક્લાસ વન ટુ અધિકારીઓ, તબીબો, એન્જિનિયર્સ, બિઝનેસમેન,વિવિધ સરકારી વિભાગો,વિવિધ બેંક, રેલવે એલ.આઇ.સી આઈ.ટી.આઈ, ઓએનજીસી,રિલાયન્સ,પોલીસ મિલિટરી  વગેરે વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમને પ્રમાણિકતાને નિષ્ઠા માટે બિરદાવવામાં  આવ્યા હતા.  સૌએ એક સુરે સમાજની સેવાભાવી પ્રવૃત્તિઓ  જેવી કે શિક્ષણ, આરોગ્ય, ધંધા રોજગારી, વ્યસન મુક્તિ, કાનૂની સહાય, પર્યાવરણ રક્ષણ માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. સાથે જ દરેક લોકોને માર્ગદર્શન માટે ઉપરોક્ત વિભાગોની હેલ્પલાઇન ઉભી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું. સૌની સમાજ પ્રત્યેની લાગણી અને સમાજને ઋણ અદા કરવા માટેની ભાવનાને સમ

ધોડીયા જાતિનાં કુળનાં વિભિન્ન નામો |Different names of Dhodia caste clan|धोडिया जाति के विभिन्न गोत्र नाम

  ધોડીયા જાતિનાં કુળનાં વિભિન્ન નામો |Different names of Dhodia caste clan|धोडिया जाति के विभिन्न गोत्र नाम ચાલો જાણીએ ધોડીયા જાતિનાં કુળનાં અલગ અલગ નામો લગ્ન જોડતી વેળા એકજ કુળમાં કે ગોત્રમાં "લગ્ન વ્યવહાર" "બાધ" ગણાય છે. જેને સમસ્ત સમાજ પવિત્ર પ્રણાલિકા તરીકે અપનાવે છે. અને જેના કારણે એકજ ગોત્રમાં લગ્ન વ્યવહાર કરવામાં આવતો નથી. आइये जानते हैं धोडिया जाति के विभिन्न गोत्र नाम विवाह के समय एक ही कुल या गोत्र में "विवाह" को "बुरा" माना जाता है। जिसे पूरा समाज एक पवित्र व्यवस्था के रूप में अपनाता है। और जिसके कारण एक ही गोत्र में विवाह का चलन नहीं है। જેમાં નીચે મુજબ ના કુળના નામો છે. ૧. અટારા ATARA ૨. અંજારિયા ANJARIYA  ૩. આહિયા (આહિર,દુધનો  વ્યવસાઇ કરનારા) AAHIYA ૪. ઊગતા સૂર્ય UGATA SURYA  ૫. ઉગતા સૂર્ય ગરાસિયા UGTA SURYA GARASIYA ૬. ઉગતા સૂર્ય મોટા ગરાસિયા UGTA SURYA MOTA GARASIYA ૭. કલમી મહેતા (હિસાબી કામવાળા) KALMI MAHETA ૮. કચલિયા KACHALIYA ૯. કેદારિયા  KEDARIYA ૧૦. કોંકણીય KAKNIYA ૧૧. કોંકણીયાનાના KOKNIYANANA ૧૨. કોંકણીયા પાંચ મુળિયા KOKNIYA

ધોડિયા સમાજની સંસ્કૃત્તિ |धोडिया समाज की संस्कृति|Culture of Dhodia society

         ધોડિયા સમાજની સંસ્કૃત્તિ |धोडिया समाज की संस्कृति|Culture of Dhodia society ધોડિયા લોકોની સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે, જે ભારતમાં સ્વદેશી આદિજાતિ તરીકેની તેમની આગવી ઓળખને પ્રતિબિંબિત કરે છે. અહીં તેમની સંસ્કૃતિના કેટલાક પાસાઓ છે: ભાષા: ધોડિયા લોકોની પોતાની ભાષા છે, જે ઈન્ડો-યુરોપિયન ભાષા પરિવારની ભીલ શાખાની છે. તે મુખ્યત્વે તેમના સમુદાયોમાં બોલાય છે અને તેમની અલગ સાંસ્કૃતિક ઓળખ જાળવવામાં મદદ કરે છે. પરંપરાગત પહેરવેશ: ધોડિયા પુરુષો સામાન્ય રીતે પાઘડી અથવા માથાના સ્કાર્ફ સાથે ધોતી (પરંપરાગત પુરૂષોના વસ્ત્રોનો એક પ્રકાર) પહેરે છે, જ્યારે સ્ત્રીઓ બ્લાઉઝ સાથે રંગબેરંગી સાડીઓ અથવા ઘાગરા (લાંબા સ્કર્ટ) પહેરે છે. તેમના પરંપરાગત પોશાકમાં ઘણીવાર વાઇબ્રન્ટ રંગો અને જટિલ પેટર્ન જોવા મળે છે. સંગીત અને નૃત્ય: ધોડિયા સંસ્કૃતિમાં સંગીત અને નૃત્ય આવશ્યક ભૂમિકા ભજવે છે. તેઓ તહેવારો, લગ્નો અને અન્ય ઉજવણીઓ દરમિયાન વિવિધ પરંપરાગત લોકગીતો અને નૃત્યો રજૂ કરે છે. આ પ્રદર્શનમાં ઘણીવાર લયબદ્ધ હલનચલનનો સમાવેશ થાય છે, જેમાં ડ્રમ અને વાંસળી જેવા પરંપરાગત સંગીતનાં સાધનો હોય છે. તહેવારો અને ઉજવણીઓ: ધો

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

       આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્રકાશનમાં ધોડિયા બોલી સાહિત્ય વ્યાકરણનું લેખન પણ કરેલું છે. NCRT ભોપાલ ખાતે (MLE) તાલીમ કાર્યક્રમમાં ધોડિયા બોલીના તજજ્ઞ તરીકે

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.   જ્યારે શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડમાં આવ્યા છે. નવસારીન

ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.

    ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.