સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના વલસાડ જિલ્લાની ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારૂ સપનુ પુરૂ કર્યુઃ ડો. દર્શના પટેલ કપરાડાની યુવતીએ વલસાડ મેડિકલ કોલેજમાં એક પણ રૂપિયો ફી ભર્યા વગર મેળવી એમબીબીએસની ડિગ્રી હાલ ડો. દર્શના પટેલ પીંડવળ સીએચસીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૨ જુલાઈ ‘‘સરકાર તમારા આંગણે...’’ આ સ્લોગન આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખેથી અવરનવર જાહેર કાર્યક્રમોમાં સાંભળતા હોય છે પરંતુ જ્યારે પ્રજાના મુખે આ સ્લોગન બોલવામાં આવે ત્યારે તેની સાર્થકતા થઈ કહેવાય. સરકાર માટે ઉપલ્બિધી સમાન કહી શકાય તેવી આવી જ કંઈક ઘટના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોઠાર ગામમાં બની હતી. સરકારની ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ લઈ ડોકટર થયેલી લાભાર્થી યુવતી કહે છે કે, ‘‘સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારૂ સપનું પુરૂ કર્યુ...’’ ત્યારે આવો જાણીએ કે, ગરીબ આદિવાસી સમાજની દીકરી અને તેના પરિવારની સંઘર્ષની કહાનીમાં રાજ્ય સરકાર કેવી રીતે ...

Comments
Post a Comment