Skip to main content

વાલોડના તીતવાના પરિવારનો ધરતીમાતાને નવપલ્લવિત કરવાનો અનોખો પ્રયાસ : ધબકાર ન્યૂઝ

     વાલોડના તીતવાના પરિવારનો ધરતીમાતાને નવપલ્લવિત કરવાનો અનોખો પ્રયાસ : ધબકાર ન્યૂઝ

આ ધરતી પર મનુષ્ય માત્ર એક એવો જીવ છે જેણે પોતાની સભ્ય સંસ્કૃતિ વસાવી છે, પરંતુ આ જ માનવીએ પોતાનું ઘર કહેવાય એવી ધરતીનું નખ્ખોદ વાળ્યું છે. પ્લાસ્ટિકનો વપરાશ, ગમે તેવો કચરો, વૃક્ષોનું નિકંદન અને કેમિકલનો ઉપયોગ કરીને પૃથ્વીને અપાર નુકસાન પહોંચાડયું છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આ બધાનો ઇલાજ પણ મનુષ્ય પાસે જ છે. આવું જ કંઇક વિચારીને તાપી જિલ્લાના વાલોડ તાલુકાના તીતવા ગામના એક પરિવારે પૃથ્વી અને પર્યાવરણને સાચવવાનું બીડું ઝડપ્યું છે, અને અન્ય લોકો માટે પ્રેરણા બને તેવું કાર્ય શરૂ કર્યું છે. છેલ્લા બે વર્ષથી આ પરિવાર અને ગ્રામજનોએ જંગલોમાંથી ૩૫ લાખ જેટલા લુપ્ત થતાં અને લોકોને ઉપયોગી એવા વૃક્ષોના બીજ એકત્રિત કરી તેને સિડ્સ બોલ બનાવ્યા છે અને તેને રોપવાની શરૂઆત કરશે.

તિતવા ગામના એન્જિનિયર યુવક ઉત્પલ ચૌધરીએ ગ્લોબલ વોર્મિંગને કઈ રીતે ઓછી કરી શકાય તે માટે ઘણા પુસ્તકો વાંચ્યા અને વૃક્ષો રોપવાની પ્રેરણા મળતા તેની શરૂઆત કરી. આ અંગે ઉત્પલ ચૌધરીએ કહ્યું કે જે રીતે વાતાવરણ હવામાન અને ઋતુઓમાં ફેરફાર થઇ રહ્યા છે તે જોતા હવે આપણે જાતે જ આનું નિરાકરણ પણ લાવવું પડશે, અને એ માટે માત્ર હું જ નહી મારું પૂરું પરિવાર મારા બાળકો અમારી પાંચ પેઢીના લોકો અને ગામજનો આ તમામે મળીને છેલ્લા બે વર્ષથી તાપી જિલ્લાના અલગ અલગ જંગલોમાં જઈને ૩૫ લાખ કરતા વધુ બીજ એકત્ર કર્યા છે. અને એવું પણ નથી કે કોઈ પણ વૃક્ષ ગમે ત્યાં વાવી દેવું, અમે એવા બીજ ભેગા કર્યા કે જે વૃક્ષો લુપ્ત થઈ રહ્યા છે, અને લોકોને ઉપયોગી છે. જે લોકો પણ આ સીડ્સ પોતાના ગામમાં કે જંગલોમાં ઉગાડવા માંગતા હોય અમે તેમને આપીશું અને સાથે અમે પણ આ કાર્ય કરીશું.

ઉત્પલ ચૌધરી દ્વારા શરૂ કરાયેલા આ યજ્ઞમાં જોડાયેલા સેજલબેન ગરાસીયાએ કહ્યું કે એક માતા તરીકે હું મારા બાળકોને શું આપી શકું એવો વિચાર આવ્યો, ત્યારે મેં વિચાર્યું કે હું મારા બાળકોને ભણતરની સાથે સાથે સારું અને સ્વચ્છ વાતાવરણ આપી શકું તે ઘણું મહત્વનું છે અને તેથી જ અમે આ કાર્યમાં જોડાયા. ઘણા બાળકોને પણ આમાં જોડ્યા છે. હું કેમિકલ એન્જિનિયર છું એટલે તેના સાઇડ ઇફેક્ટથી સારી રીતે પરિચિત છું. અને એટલે જ હાલ વૃક્ષો વાવવા ખૂબ જ જરૂરી છે. તિતવા ગામની દરેક ગૃહિણી હાલ વૃક્ષોને ઉગાડવાનાં કાર્યમાં જોડાઇ છે. સાથે સાથે આ શુભ કાર્યમાં બાળકો પણ જોડાયા છે.

ભલે પરિવાર નાનું હોય.! સંખ્યા ઓછી હોય..! પરંતુ આ પરિવારનો જે વિચાર છે તે પૃથ્વી પર વસતા તમામ માનવો માટે એક દિશા સૂચક પ્રેરણા કહી શકાય. જો ધરતી પરના તમામ પરિવારો જો આ રીતે કાર્ય કરતા રહે તો ોડા વર્ષોમાં ધરતી માતા તેના અસલ સ્વરૂપમાં આવી જાય તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

Comments

Popular posts from this blog

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર  વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.  મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો.  પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે.  તેમજ  તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને     સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની  દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.  સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે  યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ માટે ગૌર...

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્ય...

શિક્ષિકા, આચાર્યા અને સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ : ડૉ.વર્ષાબહેન પટેલ.

   દીકરા કાવ્ય સાથે ડૉ. વર્ષાબેન પટેલ દક્ષિણ ગુજરાતમાં ધરમપુર એટલે આદિવાસી વિસ્તાર. વર્ષોથી વિકાસ, પ્રગતિ, ઉત્કર્ષની પ્રતિક્ષા કરતો પંથક. પ્રકૃતિ મન મૂકીને અહીં વરસી છે. લીલોતરીને હરિયાળી જોઈને આંખો જ નહીં, હૈયું પણ કરે. જોકે અહીં રહેલાં ભલ-ભોળાં સ્ત્રી-પુરુષોની સ્થિતિ ચિંતા ને ચિંતન કરાવે. નિયતિ કે ઈશ્વરને પ્રશ્ન પૂછવાનું મન થાય કે તું ગરીબો સાથે કેમ ક્રૂરતાથી વર્તે છે? આવી વિકટ, પડકારોથી ભરેલી સ્થિતિમાંથ કેટલીક આદિવાસી યુવતીઓ પોતાના જીવનની એવી સરસ ગૂંથણી કરે કે સલામ મારવાનું મન થાય. એવાં જ છે એક વર્ષાબહેન પટેલ. વર્ષાબહેન પટેલ શિક્ષિકા, આચાર્યા અને સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ, ધરમપુરના માલનપાડાની મોડેલ સ્કૂલમાં તેઓ આચાર્યા તરીકે ફરજ બજાવે છે. તેમનું જીવન જેટલું પ્રેરક છે, તેટલું જ રસપ્રદ છે. આદિવાસી સમાજની એક છોકરી ભણવામાં તેજસ્વી અને ગંભીર હોય તો કેવું સુંદર પરિણામ લાવે તે તેમના જીવન અને કવનમાંથી જોવા મળે. તેમનું વતન નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું ભીનાર નામનું નાનકડું ગામ. માતા લલિતાબહેન અને પિતા બાલુભાઈ. પિતાને સાઇકલનું સમારકામ કરવાની દુકાન. સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતો પરિવા...