Skip to main content

Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

      Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

 સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા માટે નહિ પરંતુ સમાજસેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. વોટસઅપ ગ્રુપ થકી ચાલતી સમાજસેવાની અનોખી પહેલથી અનેક ગરીબ બાળકોના ભાવિમાં ઉજાસ પથરાયો છે તો ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બન્યું છે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ.

ગરીબ બાળકોના ભણતરમાં ખરાબ આર્થિક સ્થિતિને લીધે થતા ભણતરના સૂર્યાસ્તને સૂર્યોદયમાં ફેરવવા તેમજ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવાના સપના જોતા ગરીબ બાળકોના સપના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે જાગૃત શિક્ષિત

યુવાનોનું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ કામ કરી રહ્યું છે. ગરીબ બાળકોના ભણતર માટે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકોના ભણતર માટે એક અનોખી પહેલ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આશરે 8- 9 મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વર્ગના કર્મચારીઓ જેઓ ગરીબીમાંથી ઊછરી શિક્ષણના પ્રકાશ થકી નોકરી મેળવી અને

સમાજમાં પગભર થયા તેઓએ એક વિચાર સંકલ્પ દ્વારા નક્કી કર્યું કે આપણે સૌ ભેગા મળી જરૂરિયાતમંદ બાળકોને સહાય પૂરી પાડવી જોઈએ. જે સમાજના દાખલા ઉપર નોકરી મળી છે તે સમાજનો ઋણ ચૂકવવા માટે થઈને આ ગ્રુપની રચના થઈ હતી. કોઈનોજન્મદિવસ હોય કોઈની મૃત્યુતિથિ હોય કોઈની લગ્ન વર્ષગાંઠ હોય કોઈ પરીક્ષામાં પાસ થયું હોય જેવા વગેરે સંદર્ભ એક યાદગીરી રૂપે એક સ્મૃતિ ભેટ રૂપે યથા યોગ્ય સહાય

આપવામાં માટે આગળ આવ્યા અને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપની થઈ હતી. આદિવાસી સમાજમાં ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓ કે જેઓ આર્થિક રીતે નબળા હોય પરંતુ ઉચ્ચ અભ્યાસની ધગશ હોય અને ફી ભરવાની પરિસ્થિતિ ન હોય તેઓ માટે નાની મોટી સહાય 20,000 રૂપિયાની મર્યાદામાં ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના શિક્ષક રૂપેશ પટેલ સંકલ્પ ગ્રુપ સાથે જોડાઈને જણાવી રહ્યા છે વિના સહકાર નહિ ઉદ્ધાર, આર્થિક રીતે પગભર થયેલ લોકોએઆર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની સીડી બનાવાની જરૂર છે. હવે શિક્ષકો વધુને વધુ ગ્રુપમાં જોડાઈ રહ્યા જે સારી બાબત છે.

વલસાડ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ-નવસારી જેવા આદિવાસી પટ્ટામાં અભ્યાસ કરતા બાળકોને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ સહાય પૂરી પાડે છે. સંકલ્પએજ્યુકેશન ગ્રુપ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી વોટસઅપ ગ્રુપ થકી ચાલી રહ્યો છે કે જેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે સમાજ માટે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ છે. સંકલ્પ એજ્યુકેશનના નવ ગ્રુપ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે.

શું છે સંકલ્પગ્રુપનો સંકલ્પ?

■હોસ્ટેલ કે આશ્રમશાળામાં બાળકોમાં ગરીબ બાળકોની માહિતી લઈ એમને મદદ જેવી કે, નોટબુક,ઓઢવા ધાબળા ચાદર, ભણતર કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો તે કરવી. પ્રાથમિક સ્કૂલમાં બાળકીઓને સેનેટરી વસ્તુ, જેમના મા-બાપ ન હોય એમની જશે એમને મદદ જેથી આપણા સમાજમાં ભણતર ન છોડે એટલા માટે મદદ કરવી. કોઈ નું ઘર બળી જાય કે પુર નુકશાન - વગેરે તો અનાજ કીટ કે વાસણો લઈ આપી ને મદદ કરવી હોસ્પિટલમાં જો..આર્થિક રીતે નબળા હોય તો તેમને મદદ તો સાથોસાથ એકલા રહેતા વડીલ હોય એમની મદદ આર્થિક રીતે નબળા પરિવારના બાળકો ફી નહિ ભરી શક્તા હોય એમની ફી ભરવી. હાલ આ ગૃપ શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યું છે.

આ પ્રસંગે લોકોની મદદ મળે છે.

સંકલ્પ એજ્યુકેશનના વોટ્સ અપ ગ્રુપના સભ્યો જન્મદિવસ, લગ્ન વર્ષગાંઠ હોય કે અશુભ પ્રસંગે સ્વેચ્છાએ રૂપિયા 500થી લઈને 5000 સુધી ગ્રુપને આપે છે. એ જ રૂપિયા ગરીબ બાળકો સુધી કે જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી રહ્યા છે. મક્કમ ગતિએ થયેલી શરૂઆત આવનાર દિવસોમાં સામજ સેવાનું વટવૃક્ષ બની તેમાં કોઈ બે મત નથી.

સમાજસેવાનું સારૂ આયોજન શિક્ષણ સિવાય આપણાં સમાજનો ઉદ્ધાર અધુરો છે.

આવનાર પેઢીને શિક્ષણ આપીશું તો જ આગળ વધશે નહિતર આર્થિક રીતે નબળો વર્ગ વધુ નબળો બનશે. નોકરી કરતા મિત્રો મહિને 100 રૂપિયાની જ મદદ કરશે તો પણ ઘણી બધી સમાજસેવાનું સારું આયોજન થઈ શકે એમ છે. હાલમાં આ સેવાકિય પ્રવૃતિનો મહત્તમ લાભ ગરીબ વિદ્યાર્થી લઈ રહ્યા છે. આવનારા દિવસોમાં અન્ય સહાય માટે પણ વિચાર કરાશે. 

મીનેશ પટેલ (નવસારી મહુડી), સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ

Post credit : Divya Bhaskar,(Mehul Patel) (03-06-2024)

Comments

Popular posts from this blog

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

       આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્રકાશનમાં ધોડિયા બોલી સાહિત્ય વ્યાકરણનું લેખન પણ કરેલું છે. NCRT ભોપાલ ખાતે (MLE) તાલીમ કાર્યક્રમમાં ધોડિયા બોલીના તજજ્ઞ તરીકે

આછવણીનાં પ્રોફેસર ડો.સંજયભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને નમન કરી પીઠી મુહૂર્ત કરી આદિવાસી સમાજના યુવાનોને નવો રાહ ચીંધ્યો.

            આછવણીનાં પ્રોફેસર ડો.સંજયભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાજીની  પ્રતિમાને નમન કરી પીઠી મુહૂર્ત કરી આદિવાસી સમાજના યુવાનોને નવો રાહ ચીંધ્યો. આદિવાસી સમાજના યુવાનો માટે પ્રેરણામૂર્તિ એવા ખેરગામ તાલુકાનાં આછવણીનાં  વ્યવસાયે  પ્રોફેસર ડૉ. સંજયભાઈ વી પટેલ જેઓ હાલ આણંદ જિલ્લામાં ઑડ ખાતે આર્ટસ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. જેમના  લગ્ન વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાના કાકડકૂવા (આમલી ફળિયાનાં બાલુભાઈ નેમલાભાઈ પટેલની સુપુત્રી સ્નેહાબેન જોડે નક્કી કરવામાં આવ્યા હતા. જેમની આજે તારીખ :૦૯-૦૪-૨૦૨૪નાં દિને પીઠી મુહૂર્ત હોય તેઓ આદિવાસી વિચારધારા ધરાવતા ગોલ્ડ મેડાલિસ્ટ યુવા પ્રોફેસર ડૉ.સંજય પટેલે ખેરગામ ખાતે બિરસા મુંડા સર્કલ પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પામાળા પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા.  એક શિક્ષક તરીકે સમાજમાં યુવાનો માટે ઉદાહરણ પૂરું પાડયું છે. સમાજના બીજા લોકો શું કરે છે ? તે નહિ પરંતુ મારે સમાજ  માટે શું કરવું જોઈએ? તેવી વિચારધારા ધરાવનારા ડૉ.સંજય પટેલે  લગ્ન પત્રિકા પણ આદિવાસી ગૌરવ સમાન વારલી પેઇન્ટિંગ વાળી પસંદ કરી હતી. ધોડિયા સમાજમાં આજે ડૉ.સંજય પટેલ આ ઉદાહરણરૂપ